આશાપુરા કૉલેજ ઓફ એજ્યુકેશન તા. 6/2/2019
ભુજ
વિષય :- સેમિનાર અંગે અહેવાલ
મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન માં તારીખ .૪/૨/૧૯ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે સેેેેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય હતો તરુણાવસ્થા જેમાં અધ્યક્ષ સૈયદ સાનિયા વૃતાંત નિવેેેદક ખેતાણી પ્રિયા અને સભ્યો ગઢવી નંદિતા , હેડાઉ નિધી સોની ભાવિકા અને સોની રિધ્ધિ હતા.
સૈયદ સાનિયા બેન એ સેમિનાર ની શરૂઆત કરી હતી. અને ગઢવી નંદિતા બેન ને પોંઇનટ સમજાવવા આમંત્રણ આપ્યું હતું. ગઢવી નંદિતા એ તરુણાવસ્થા માં વિકાસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ત્યારબાદ હૈડાઉ નિધી એ તરુણાવસ્થા જાતીય વિકાસ ; જાતીય શિક્ષણ ; તેના વિવિધ પાસા ; તેનુ મહત્વ અને શારીરિક ; વિકાસ ની તરુણ - તરુણીઓના વતૅન પર અસરો. વગેરે ની વિસ્તૃત માહિતી આપી હતી.
ત્યારબાદ સોની ભાવિકાએ તરુણાવસ્થા માં માનસિક વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. અને છેલ્લે સોની રિધ્ધિ બેન એ તરુણાવસ્થા માં સાંવેગિક વિકાસ સંવેગ ના વિવિધ પાસાંઓ અને તેના લક્ષણો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
અંતે મેધા મેમ એ સેમિનાર નું સારાંશ રજૂ કર્યું હતું. તરુણાવસ્થા ના પ્રશ્ન ની ટૂંક માં માહિતી આપી હતી. બીજે દિવસે સેમિનાર નું રિપોટીંગ ખેતાણી પ્રિયા એ કર્યું હતું. આમ, આ રીતે સેમિનાર પૂણૅ કરવામાં આવ્યો હતો.

Comments
Post a Comment